મીનાક્ષીબેન દેસાઈ સાથે ગોષ્ઠિ…
સુરત : સામાન્યમાંથી અસામાન્ય બનેલા માણસોની જીવનસંઘર્ષ ગાથાની રસપ્રદ ને રોમાંચક વાતો કરતી ‘સાહિત્ય સંગમ’ની સિરીઝ ‘ગોષ્ઠિ’ના પ્રથમ મણકામાં શિક્ષણક્ષેત્રે વિશાળ વટવૃક્ષ જેવા દક્ષિણ ગુજરાત જ નહીં, પણ સમસ્ત ગુજરાતમાં અગ્રીમ એવા ‘ભૂલકાં ભવન’ શાળા સંકુલના સ્થાપક, પ્રેરક અને ટ્રસ્ટી તથા શિક્ષણક્ષેત્રે ત્રીસ-ત્રીસ વર્ષો સુધી અવનવા પ્રયોગ કરનાર શ્રી મીનાક્ષીબેન દેસાઈને જનક નાયક અને મેઘના નાયક તથા શ્રોતાઓએ શિક્ષણ અંગે પ્રશ્નો પૂછ્યા હતા.